ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યપરિપાટી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચૈત્યપરિપાટી : જૈનસાધુ કવિઓ દ્વારા પ્રચલિત મધ્યકાલીન કાવ્યપ્રકાર. દેરાસરના પરિસરમાં આવેલા પ્રત્યેક ચૈત્ય તથા માંહેની તીર્થંકરની મૂર્તિની પૂજા-અર્ચના દરમ્યાન ચૈત્યપરિપાટીનું ગાન અથવા પઠન થાય છે. ર.ર.દ.