ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્રષ્ટાંતકથા
દૃષ્ટાંતકથા (Parable) : માનવવર્તન કે વિચારસરણી સમજાવતી, નિદર્શક, ટૂંકી કથા. આ પ્રકારની કથામાં માનવવર્તન અંગે એવી સૂચક ટૂંકી કથા રજૂ કરવામાં આવે છે જેનો મૂળ હેતુ નૈતિક કે આધ્યાત્મિક રહસ્યને અન્યોક્તિ દ્વારા પ્રગટ કરી આપવાનો હોય છે. દૃષ્ટાંતકથાનું રહસ્ય ઉખાણાં કે પ્રહેલિકાની માફક પ્રયત્નપૂર્વક સમજવું પડે છે, જ્યારે એ સમજાય છે ત્યારે માર્મિક બની રહે છે. દૃષ્ટાંતકથાના નમૂનાઓ બાઇબલ, બૌદ્ધ જાતકકથાઓ વગેરેમાં મળી આવે છે.
હ.ત્રિ.