ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિવસ્તૂપમા
પ્રતિવસ્તૂપમા : ઉપમેય અને ઉપમાન વાક્યોના એક જ સાધારણ ધર્મને શબ્દાન્તરથી કહેવાયો હોય ત્યારે પ્રતિવસ્તૂપમા અલંકાર કહેવાય છે. ઉપમેય વાક્ય અને ઉપમાન વાક્યમાં એક જ સાધારણધર્મ હોય છે અને વસ્તુ-પ્રતિવસ્તુભાવ તેનો આધાર છે. જેમકે “રાણીપદને પ્રાપ્ત કરી ચૂકેલી આ સુંદરી દાસીનું પદ કેવી રીતે સ્વીકારે? દેવતાના રૂપથી અંકિત રત્ન શરીર પર ધારણ કરવા યોગ્ય નથી.”
જ.દ.