ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુવાદ
લઘુવાદ(Minimalism) : લેરી બેલ, ડોનલ્ડ જડ, રોબર્ટ મોરિસ જેવાની કલાકૃતિઓને આધારે બાર્બરા રોઝે આ સંજ્ઞા આપી છે. અહીં અમૂર્ત કલાસ્વરૂપ ભ્રમ અને અલંકારો દૂર કરી સંરચના પર, ભૌમિતિક સ્વરૂપો પર તેમજ રંગક્ષેત્રો પર વધુ ભાર મૂકે છે.
ચં.ટો.