ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુપ્રબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લઘુપ્રબંધ(Monograph) : મૂળમાં ગ્રીક શબ્દ ‘મોનોગ્રાફ’નો અર્થ ‘એક લેખન’ થાય છે; એટલેકે આ સંજ્ઞા કોઈ એક ચોક્કસ વિષય પર વૈજ્ઞાનિક અને વિદ્વત્તાપૂર્ણ રીતે થયેલા લેખનને સૂચવે છે. લેખન સવીગત અને સપ્રમાણ હોય એ પણ એની નિહિત શરત છે. ચં.ટો.