ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વરાકશૈલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વરાકશૈલી(Grotesque) : વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચિત્રો કે શિલ્પો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. સામાન્ય રીતે મનુષ્યઆકારો અને પ્રાણીઆકારોના મિશ્રણ દ્વારા આ રીતનાં બેહૂદાં ચિત્રો તૈયાર કરાતાં. સ્થાપત્યકલામાં વિકૃત સ્થાપત્યશૈલી માટે પ્રયોજાતી આ સંજ્ઞા સાહિત્યના સંદર્ભમાં અસંગત, અતિશયતાપૂર્ણ, અપ્તરંગી નિરૂપણશૈલી માટે પ્રયોજવામાં આવે છે. પ.ના.