ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષક ચિહ્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશેષક ચિહ્ન(Diacritic) : વર્ણ કે અક્ષરની ઉપર-નીચે ઉચ્ચારમૂલ્ય કે ઉચ્ચારવિશેષને દર્શાવવા વપરાતું ચિહ્ન. જર્મનમાં ઉમલાઉટ (ઘ્), ડ., ઢ.ની નીચે આવતી ઉચ્ચારવિશેષની બિન્દી પણ વિશેષકચિહ્ન ગણાય. ચં.ટો.