ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધાનનવલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંધાનનવલ(Roman a clef) : અભ્યાસી વાચક જેમાં એના સમયના મનુષ્યો અને પ્રસંગો સાથેનું નવલકથાનાં પાત્રો અને એમનાં કાર્યોમાં સાદૃશ્ય કે સામ્ય પકડી પાડે છે એવી સંધાનનવલ. જર્મનભાષામાં આ નવલકથા માટે ‘શ્લુસરોમાન’ (Schlusseroman) સંજ્ઞા છે. ચં.ટો.