ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્તુતિગીત/ઉદ્ગીત(Anthem) : મૂળ તો ધર્મગ્રન્થોના શબ્દો પર આધારિત ધાર્મિક સમૂહગાન. પછી સ્તુતિ કે ભક્તિના ગાનના રૂપમાં અર્થ સ્થિર થાય છે. સમૂહગાન કદાચ આ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે. આ પ્રકારનું ગીત કૉલેજનું પણ હોઈ શકે. જેમકે રાષ્ટ્ર તરફની ભક્તિ કે સ્તુતિ સાથે ગવાતું રવીન્દ્રનાથ ટાગોરનું રાષ્ટ્રગીત. ચં.ટો.