ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરૂપકરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વરૂપકરણ(Formation) : રશિયન સ્વરૂપવાદીઓને મતે કોઈ કૃતિમાં રહેલી ભાષાનું કાર્ય એના પ્રેષણ(Transmission)માં સમાયેલું નથી પણ એના સ્વરૂપકરણમાં છે. જેમકે કવિતામાં ‘કલ્પન’ પ્રતિનિધાનનો નમૂનો નથી પણ સ્વરૂપકરણની પ્રવિધિ છે. ચં.ટો.