ચાંદરણાં/ઈશ્વર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


27. ઈશ્વર


  • ઈશ્વરને વાપરે તે ‘આધ્યાત્મિક’ કહેવાય!
  • અનેક અજાણ્યાઓએ ઈશ્વરને જાણીતો કર્યો છે!
  • પ્રાર્થના કરનારો માને છે કે ઈશ્વરને માત્ર કાન જ છે!
  • ઈશ્વરને હાજર કરો! દર્શનનો સમય થયો છે!
  • પાણી ઈશ્વર છે, કારણ કે એને પડછાયો નથી!
  • ઈશ્વરની એકલતા પર કોઈ આંસુ સારતું નથી!
  • બંધ થયા પછી ફરી નહીં ઊઘડનારું દ્વાર સુથાર નહીં, ઈશ્વર ઘડે છે!
  • ઈશ્વર બધે જ છે એટલે એને જવા માટે રસ્તો નથી!
  • ખિસ્સા સુધી ન પહોંચતો હાથ પ્રાર્થના માટે ઈશ્વર સુધી પહોંચે છે.
  • ઈશ્વર ગેરહાજર હોવાથી એમની છબિને હાજર રાખી છે.
  • ડૉક્ટર પાસે ન જઈ શકતો દુઃખી માણસ ઈશ્વર પાસે જાય છે.
  • ઈશ્વર માફ કરે ત્યાં સુધી ગુના થતા જ રહેશે.
  • ઈશ્વરની શોધ થઈ તે પહેલાં માણસ ગરીબ નહોતો.