ચાંદરણાં/દીવાસળી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


22. દીવાસળી


  • દીવાસળીએ માથું ઊંચકવું પડતું નથી.
  • દીવાસળી માથું ગુમાવે છે, ત્યારે શરીર પણ ગુમાવે છે.
  • દીવાસળી માટે આપઘાત એ જીવનની સાર્થકતા છે.
  • માથું સલામત રહે તો દીવાસળી પણ સલામત રહે.
  • બધી દીવાસળી સરખી પણ સળગવામાં નહીં!
  • સરખાં માથાં ગણવા દીવાસળી પાસે જાઓ!
  • સામ્યવાદની સમાનતા દીવાસળી જેવી હતી!
  • દીવાસળી ખભેખભાં નહીં માથેમાથું અડાડીને જીવે છે.
  • કેટલીક દીવાસળી હુંયે સળગું ને તુંયે સળગ એવું માનતી નથી.
  • દીવે દીવો ક્યાં દીવાસળીએ દીવો સળગે છે.
  • દીકરીએ દીવો રહે ને દીવાસળીએ પણ રહે!
  • કેટલાક માણસો પણ દીવાસળીની જેમ માથામાં ગંધક રાખે છે!
  • કોઈ દીવાસળીને ચોમાસું ગમતું નથી.
  • દીવાસળી એક જ વાર બોલે છે.
  • દીવાસળીને ગુમાવવા માટે માથું જ મળે છે.
  • હોળી કરો કે દિવાળી – દીવાસળીને શું?