ચાંદરણાં/વરસાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


14. વરસાદ


  • વરસાદ કસોટી કરે છે : કયા વાવટાનો રંગ પાકો છે?
  • તણખલું ઝાડ થઈ જાય એટલો વરસાદ પડ્યો!
  • પહેલો વરસાદ છત્રી નહીં સથવારો માગે.
  • ફરંદો માણસ હેલીના દિવસોમાં ગૃહસ્થ થઈ ગયો!