જનપદ/પર્વત વળાવ્યો
પર્વત વળાવ્યો જળાશયના કાંઠા સુધી
જાય ઊંડો કોસ
ઝાંખો શિખરી ડેરો
રાત ખડકાળ
તગ તગે જળરેખઝરણ
થરકે વેલડું
પવન થાય જળ
વાંસ વાચા
ઘ્રાણ વનશરી મોર
જળ ત્વચા
રાત સ્ત્રવે પર્વતથી.
વાવાઝોડું
થરકે પર્વત દીવો
પાંખ ધરે ચેતાઓ
ખરલમાં સૂર્યચન્દ્રનાડીની રાત ઘૂંટાય
પર્વત જળરેખ થઈ
રાતના વેલડાને વીંટળાય.