નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ભીંતથી હેઠા ઉતરી...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીંતથી હેઠા ઉતરી

ભીંતથી હેઠા ઉતરી કો’ ભોપાળું કરવા બેઠા
સાંજ પડી ને પડછાયાઓ વાળું કરવા બેઠા

ભીની આંખે અશ્રુનું અજવાળું કરવા બેઠા
હાલત નરસૈયા જેવીઃ મોસાળું કરવા બેઠા

ક્યાં આવીને આ હૈયું હુંફાળું કરવા બેઠા?
પાણીના અર્થો ભૂલી કુંડાળું કરવા બેઠા

છેક હૃદયમાં ડૂબકી મારી ઊંડાણે જૈ ઊભા
ટુકડા ટુકડા યાદ લઈ પરવાળું કરવા બેઠા

સ્હેજ ટશર ફૂટતાં લોહીની ઘા ખોતરવા લાગ્યા
દર્દ મળ્યું તો તેને પણ મર્માળું કરવા બેઠા