પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Premanand.jpg


પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

શ્રેણી-સંપાદક : રમણ સોની

કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો – ૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની ૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા ૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ ૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની ૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા