બારી બહાર/૩૨. શ્રદ્ધા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૨. શ્રદ્ધા

લઈ કલમકાગળો ઘણી ય રાત બેસી રહું,
અને પ્રબળ ઊર્મિના હૃદયમાં પછાડા સહું;
મળી સકલ ઊર્મિ એ, મધુર ગાન કો ગુંજશે :
–અપેક્ષિત ઉરે નિશા તિમિરને વિતાવી દઉં.

પણે ગગનઅંતરે પ્રબળ ઊર્મિ શા તારલા
પડી ઊછળતા : હશે રજનિ ઉર મારી વ્યથા ?
નહીં, નહિ; તહીં મળી સકલ ઊર્મિ, આ ઊઠતું
પ્રકાશગીત પૂર્વમાં રવિ તણું ધરા ગુંજતું.

સહીશ, રહી મૌન, હું સકલ ઊર્મિ આઘાતને;
નિશા સમ મળી જશે કદીક ગીત : શ્રદ્ધા મને.