બારી બહાર/૬૪. થાયે છે થેઈ થેઈકાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૪. થાયે છે થેઈ થેઈકાર

થાયે છે થેઈ થેઈકાર,
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
બોલે છે મોરલા મલ્હાર,
કે આઘેરી સીમમાં થાયે છે થેઈ થેઈકાર !
વાદળના પડદાની આગળ આ વીજળી નાચે, ને થાયે ચમકાર;
આવે અવાજ ઓલાં ઝરણાંની ઝાંઝનો ને ઝાડવાં વગાડે કરતાલ !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
કેવું અજબ છે આ વર્ષાનું જંતર ! એને બાંધ્યા છે લખલખ તાર;
એ રે અનેકમાંથી એક જ ઊઠે છે આ હૈયાં હલાવતો ઝંકાર !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !
વાગે છે પાવા પવન કેરા ધીરા ધીરા, વાદળનો ઘેરો ઘમકાર;
શ્યામલના સૂર કેરી, ધરતીને આવરીને ચાલી રહી છે વણજાર !
ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર !