બાળ કાવ્ય સંપદા/ચપટી વગાડતાં આવડી ગઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચપટી વગાડતાં આવડી ગઈ

લેખક : રમેશ પારેખ
(1940-2006)

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ
મારી ચપ્પટી વાગે છે પટ્ટ પટ્ટ પટ્ટ
જાણે ફૂટે બંદૂકડી ફટ્ટ ફટ્ટ ફટ્ટ
પેલી બિલ્લાડી ભાગે છે ઝટ્ટ ઝટ્ટ ઝટ્ટ

બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ

બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.