બૃહદ છંદોલય/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


બૃહદ છંદોલય





નિરંજન ભગત





પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧
ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૨૨૧૪૯૬૬૦
e-mail : goorjar@yahoo.com web : gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન
૧૦૨, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઈટેનિયમ સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે
૧૦૦ ફૂટ રોડ, પ્રહ્લાદનગર અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : ૨૬૯૩૪૩૪૦, ૯૮૨૫૨ ૬૮૭૫૯ | gurjarprakashan@gmail.com

કિંમત : રૂ. ૪૫૦
સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૮
પ્રથમ આવૃત્તિ ૧૯૭૪
દ્વિતીય આવૃત્તિ ૧૯૯૭
પુનર્મુદ્રણ: ૨૦૦૧, ૨૦૦૮, ૨૦૧૧


BRUHAD CHHANDOLAY
Collected Poems by Niranjan Bhagat
Published by Gurjar Grantha Ratna Karyalaya, Ahmedabad.


© તરલાબહેન અરુણભાઈ ભગત
ISBN : 978-93-5162-519-3
નકલ: ૫૦૦


પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન : ૨૨૧૪૪૬૬૩ e-mail : goorjar@yahoo.com


ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય
૨૦૧, ‘તિલકરાજ’, પંચવટી પહેલી લેન, એલિસબ્રિજ,
અમદાવાદ – ૩૮૦ ૦૦૬ : ફોન : ૨૬૫૬૪૨૭૯


મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/૧૬, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૪

અર્પણ






સદ્ગત સહોદર અજિતને







નિવેદન
૨૦૧૮ની નવી આવૃત્તિ પ્રસંગે

‘છંદોલય’ની આ ૨૦૧૮ની નવી આવૃત્તિ અગાઉની ૧૯૭૪ અને ૧૯૯૭ની આવૃત્તિઓ તથા ૨૦૦૧ના પુનર્મુદ્રણનું માત્ર પુનરાવતિ નથી. ત્યાર પછી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’ એમ બે નવા કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. ‘છંદોલય’ની ૨૦૧૭ની આ નવી આવૃત્તિમાં આ બે કાવ્યસંગ્રહોની પૂર્તિ કરવામાં આવી છે તેની નોંધ લેવા વાચકોને અને ગ્રાહકોને વિનંતી છે.

૨ ઑક્ટોબર ૨૦૧૭
નિરંજન ભગત
 
નોંધ

શ્રી નિરંજન ભગતનું અવસાન તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ થયું. તે સમયે ‘છંદોલય’ શીર્ષક અંતર્ગત તેમના સમગ્ર કાવ્યોનો એક ગ્રંથ પ્રકાશિત કરવાનું કામ ચાલું હતું. ‘૮૬મે’ કાવ્યસંગ્રહ પછી સર્જાયેલા આશરે વીસ કાવ્યો તેમણે તે માટે આપેલાં. તેમના અવસાન પછી બાકીના કાવ્યો શોધવામાં રાજેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી અને બીજા દસ કાવ્યો મળ્યાં. જે તેમણે આપેલા વીસ કાવ્યો સાથે જોડવામાં આવ્યાં. આમ ‘અંતિમ કાવ્યો’ના શીર્ષક હેઠળ કુલ ૩૦ કાવ્યો અહીં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. હવે ‘બૃહદ છંદોલય’ હેઠળ નિરંજન ભગતના સમગ્ર કાવ્યોનો આ સંચય કરવામાં આવ્યો છે.

પ્રકાશક
 

‘છંદોલય’ વિશે

નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિ એટલે ૧૯૪૩ના ડિસેમ્બરમાં રચાયેલા ‘સોણલું’થી આરંભ કરીને ૨૦૧૮ના જાન્યુઆરીમાં રચાયેલા ‘મૃત્યુને’ સુધીનાં, ૨૦૧૮માં મરણોત્તર પ્રગટ થયેલા ‘બૃહદ છંદોલય’માં સમાવેલા ૩૬૦ કાવ્યો.[1] ૭૫ વર્ષનો આ ગાળો ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલો છે: ૧૯૪૩થી ૧૯૫૮: ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘પ્રવાલદ્વીપ’ અને ‘૩૩ કાવ્યો’નાં ૨૧૮ અને અન્ય ૮ કાવ્યો ૧૯૫૮થી ૨૦૦૩: ૧૧ અન્ય કાવ્યો ૨૦૦૩થી ૨૦૧૮: ‘પુનશ્ચ’, ‘૮૬મે’ અને ‘અંતિમ કાવ્યો’ (મરણોત્તર)નાં ૧૨૩ કાવ્યો ૧૫ વર્ષનાં બે સર્જનાત્મક ગાળાની વચ્ચે ૪૫ વર્ષનો પ્રલંબ મૌનનો સમય. આ વિરલ અને વિચિત્ર સર્જનાત્મક પ્રક્રિયાને સતર્ક સમજણનો આધાર મળવો અશક્ય છે. કવિ પોતે પણ ‘સંભ[વિત]’ કારણનો ઉલેખ કરતાં નોંધે છે કે: ૧૯૫૯ પછી લગભગ ચાર દાયકાના મૌનનો જે અનુભવ થયો એમાં સંભવ છે કે ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો – મુખ્યત્વે ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ – માં જે કવિતા છે એની સમકક્ષ એવી કવિતા – બલકે એને અતિક્રમી જાય એવી કવિતા-રચાય તો જ એ કવિતાનો કંઈ અર્થ છે એવો ભાવ હૃદયમાં સતત રહ્યો હતો એ મુખ્ય કારણ હોય.[2]

નિરંજન ભગત ગુજરાતી કવિતામાં આધુનિકતાના પ્રણેતા તરીકે સુસ્થાપિત છે. તેમની ‘પ્રવાલદ્વીપ’ની કવિતામાં તેઓ એક આધુનિક વિષય, નગર-કવિતા, પસંદ કરે છે. આધુનિક કલ્પનો અને પ્રતીકોથી આ વિષયને શણગારે છે અને પરંપરાગત સંસ્કૃત અક્ષરમેળ છંદમાં લયબદ્ધ કરે છે, આમ તેઓ ગુજરાતી કવિતામાં એક નવો જ પથ કંડારે છે. કાવ્યગ્રંથના પ્રકાશનમાં નિરંજન ભગત નાનકડા પુસ્તકોનું પ્રકાશન કરતા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માન પ્રસંગે આપેલા પ્રતિભાવમાં (૨૫ માર્ચ ૧૯૯૪) પોતાના પ્રકાશનોની વિગતે વાત કરતાં નિરંજન ભગત લખે છે: ૧૯૪૩થી ૧૯૫૮ લગી, માત્ર પંદર વર્ષ લગી જ, કાવ્યો રચ્યાં અને તે પણ અલ્પસંખ્ય. જોકે એનું પાંચ નાનકડા સંગ્રહ રૂપે પ્રકાશન કર્યું હતું: ૧૯૪૯માં ‘છંદોલય’, ૧૯૫૦માં ‘કિન્નરી’, ૧૯૫૪માં ‘અલ્પવિરામ’, ૧૯૫૬માં ‘પ્રવાલદ્વીપ’ અને ૧૯૫૮માં ’૩૩ કાવ્યો. પછીથી ૧૯૭૪માં આ પાંચેય સંગ્રહોનું એક સંગ્રહ રૂપે, સમગ્ર કવિતા રૂપે, ‘છંદોલય’ શીર્ષકથી પ્રકાશન કર્યું હતું.[3] અહીં તેઓ એક વિશિષ્ટ (અને વિસ્મૃત?) આવૃત્તિની વાત વિસરી ગયા હોય તેમ લાગે છે. ૧૯૫૭માં એક સુંદર મુખપૃષ્ઠ – ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર, છગનલાલ જાદવ(૧૯૦૩-૧૯૮૭)ના દ્વિરંગી વર્તુલાકાર લીટીઓને લયબદ્ધ છંદમાં પ્રસ્તુત કરતા આધુનિક અને એબ્સટ્રેકટ ચિત્રથી સુશોભિત – સાથે ‘છંદોલય’ની આવૃત્તિ પ્રગટ થઈ હતી, જેનું ૧૯૭૨ અને ૧૯૭૪માં પુનર્મુદ્રણ થયું હતું.

UJO-Chandolay-Title.jpg


આ પુસ્તકને વિશિષ્ટ બનાવતી માહિતી અન્યથા વાચાળ અને શબ્દાળુ ‘નિ.’ના (નિરંજન ભગતના) ટૂંકા ‘નિવેદન’માં એટલી સહજ રીતે અપાઈ છે કે તેને તેના મૂળ સ્વરૂપે પ્રસ્તુત કરવાની લાલચ હું રોકી શકતો નથી.

Chandolau vishe-2.png


આમ આ સંગ્રહનું સંપાદન અને સંકલન ગુજરાતીના અગ્રગણ્ય કવિ અને સાહિત્યકાર, ઉમાશંકર જોશીએ કર્યું છે. આ સિવાય આખાય સંગ્રહમાં ઉમાશંકર જોશીનું નામ ક્યાંય આવતું નથી પણ પાછલા કવર ઉપરનું લખાણ તેમનું હોય તેમ લાગે છે. ક્રમ સર્જન-સમય પ્રમાણે (કાલાનુક્રમિક) રાખ્યો છે – ‘પ્રવાલદ્વીપ’નાં ૧૬ કાવ્યો તેમાં અપવાદ છે. ૧૯૫૬ સુધી નિરંજન ભગતે ૧૯૦ જેટલાં કાવ્યો લખ્યાં હતાં તેમાંથી ચૂંટીને ૧૩૫ કાવ્યો અહીં પ્રસ્તુત છે. ન પસંદ થયેલાં કાવ્યોમાંથી અડધોઅડધ ગીતો છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં મોટા ભાગનાં કાવ્યોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમાશંકર જોશીએ અમુક કાવ્યોનાં શીર્ષક પણ બદલ્યાં છે. તેની વિગત;

નિ.ભ.નું શીર્ષક ઉ.જો.નું શીર્ષક
જાગૃતિ હૃદયની ઋતુઓ
મૂંગી મૂરતી ઓ મૂંગી મૂરતી રે
વસંતવેણુ ઉર ઉદાસી
આષાઢ આયો આષાઢ
મન ભલે ના જાણું પ્રેમનું ટાણું
તને જોઈ વાર વાર સ્વપનની પાર
ઉરનાં દ્વાર ઉઘડ્યાં ઉરનાં દ્વાર
કોઈ બ્હાને મન નહીં માને
સાંજની વેળાનો વાગે સૂર સાંજની વેળાનો સૂર
આવ સખી, આવ વિરહને તીરે તીરે
કોણ રતિના રાગે રતિના રાગે
કોને કહું? એકલો

રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે. અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તૃત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:

Chandolau vishe-1.png


— શૈલેશ પારેખ


  1. આ આવૃત્તિમાં ત્રણ કાવ્યો – ‘સિત્તેરમે’, ‘તમને જે અજાણ’ અને ‘શું તમારું મન મેલું નથી?’ – બે વાર છપાયાં છે. વીજાણુ આવૃત્તિમાં આ પુનરાવર્તન ટાળ્યું છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં ‘આપો ભૂમિ, આપો ભૂમિ’ અને ‘ચહેરો’; ‘કુમાર’માં; ‘હે વરમંડો વણનારા’; તેમના જીવનકાળ દરમિયાન ક્યાંય ન છપાયેલું ‘ચિત્તને જ્યાં ભય ન હોય’ (રવીન્દ્રનાથના ‘ચિત્ત જેથા ભયશૂન્ય’ – વ્હેર ધ માઈન્ડ ઈઝ વિધાઉટ ફીયર-નો ગેય અનુવાદ); – આ ચાર નિરંજન ભગતનાં અગ્રંથસ્થ કાવ્યો છે.
  2. ‘બૃહદ છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૮, પા. ૪૨૯-૪૩૦.
  3. ‘છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પા. ૨૮૨. તે જ પ્રમાણે પછીથી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’નું પ્રકાશન કર્યું હતું.