મંગલમ્/સફાઈ ગીત
સફાઈ ગીત
ચાલો ઊઠોને આજ કરીએ સફાઈ,
નાનાં ને મોટાં, બહેનો ને ભાઈ!
કચરાનો પાર નહિ, પૂંજો અપાર અહીં;
ભૂંડું તે ભૂખ જેવું ના રે સહેવાય! ચાલો…
આંગણિયાં વાળીએ, શેરીઓ ઉજાળીએ,
રંગોળી રંગ ઘેર ઘેર સોહાય! ચાલો…
અમે અમારા, ભંગી થનારા
ખંખેરી નાખી ખોટી મોટાઈ! ચાલો…
માતા બધાંની, ભંગી સદાની;
તોયે એની રજ માથે લેવાય! ચાલો…
વાયુ યે ભંગી, વરસાદે ભંગી,
મોટા ભંગી દાદા સૂરજ સોહાય! ચાલો…
અંધારાં વાળવાં, અજવાળાં વેરવાં,
સાચો ધરમ એ સાચી મોટાઈ! ચાલો…
— ચિમનલાલ ભટ્ટ