મંગલમ્/ગામ ગામ ઘૂમી બધે ગાંધીનાં ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગામ ગામ ઘૂમી બધે ગાંધીનાં ગીત



ગામ ગામ ઘૂમી બધે ગાંધીનાં ગીત


ગામ ગામ ઘૂમી બધે,
ગાંધીનાં ગીત ગાઈ,
ચરખાને પાયે અમે ૨ચશું સમાજ! — ગામ૦

સર્વોદય ધ્યેય દૃષ્ટિ સામે રહેશે સદા,
શોષણનો અન્ત, નીતિ ન્યાય કેરી સ્થાપના;
અમે માનવનાં મૂલ્યોને અજવાળી સૂરજ શાં
બંધુભાવનો બધે કરશું પ્રકાશ! — ગામ૦

સ્વાવલંબી ગામ અને સહકારી શ્રમ વિભાગ,
પંચાયત રાજ, અહિંસક હો સમાજ ઘાટ;
અમે માનવનાં મૂલ્યોને વિકસાવી ભારતમાં
સાચી સ્વતંત્રતાનું રેલવશું, ભાન! — ગામ૦

ગાંધીનું સ્વપ્ન અમે જીવતું કરીશું,
રામ કેરું રાજ્ય ફરી રમતું કરીશું,
ન્યાતવિહીન, વર્ગવિહીન,
હિંસાહીન સ્વર્ગ સમો
ભાવના સુગંધ ભર્યો રચશું સમાજ! — ગામ૦

— કુલીન પંડ્યા