મોહન પરમારની વાર્તાઓ/સંપાદકનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકનો પરિચય

ડૉ. નરેશ આર. વાઘેલા ૧૯૯૩થી ગુજરાતીના અધ્યાપક તરીકે સૌપ્રથમ આટ્‌ર્સ અને કૉમર્સ કૉલેજ, બારડોલી અને ત્યારબાદ આટ્‌ર્સ અને કૉમર્સ કૉલેજ સરભાણ, ભરૂચમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તરીકે તેઓ હાલ સેવા આપી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં અભ્યાસ સમિતિનાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમણે ગુજરાત રાજ્ય ગુજરાતીનાં અધ્યાપક સંઘમાં છ વર્ષ સુધી મંત્રી તરીકે કાર્ય કર્યું છે. તેમજ દક્ષિણ ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. એમની પાસેથી ૧૩ જેટલા પુસ્તકો વિવેચન, સંપાદનના મળે છે. જેના મહત્ત્વના નામો નીચે મુજબ છે. ૧. દલિત સંપ્રત્યય ૨. મોહન પરમારની વાર્તામાં દલિતચેતના ૩. જોસેફ મેકવાનની વાર્તામાં દલિતચેતના ૪. હરીશ મંગલમ્‌ની વાર્તામાં દલિતચેતના ૫. મુક્તિપર્વ (ગઝલસંગ્રહ સંપાદન) ૬. દક્ષિણા (અધ્યાપકસંઘ) ૭. અધીત – અન્ય સાથે (અધ્યાપક સંઘ)