મોહન પરમારની વાર્તાઓ/લેખકનો પરિચય
જન્મસ્થળ : ભાસરિયા, તાલુકો-જિલ્લો મહેસાણા. અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : વહીવટી અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (નિવૃત્ત) પુસ્તકો : ૧૨ નવલકથા, ૭ વાર્તાસંગ્રહ, ૧ એકાંકીસંગ્રહ, ૪ વિવેચનસંગ્રહ બીજા અન્ય પુસ્તકો મળીને ૪૧ પુસ્તકો પ્રગટ થયાં છે. પારિતોષિક : સાહિત્ય સર્જન માટે ૨૫ જેટલાં પારિતોષિકો પ્રાપ્ત થયા છે. જે પૈકી મુખ્ય પારિતોષિકો નીચે મુજબ છે. ૧. દિલ્હીનો કથા ઍવોર્ડ, ૧૯૯૨ ૨. મારવાડી સંમેલન મુંબઈનું પારિતોષિક, ૧૯૯૬ ૩. ધૂમકેતુ પારિતોષિક, ૧૯૯૮ ૪. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૨૦૦૨ ૫. ગુજરાત સરકારનો સંત શ્રી કબીર દલિત સાહિત્ય ઍવોર્ડ, ૨૦૦૪ ૬. ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવોર્ડ, ૨૦૦૫ ૭. પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૧ ૮. કેન્દ્રીય સાહિત્ય દિલ્હીનો ઍવોર્ડ, ૨૦૧૧ ૯. જયંત ખત્રી – બકુલેશ ઍવોર્ડ, ૨૦૧૨ ૧૦. સચ્ચિદાનંદ સન્માન, ૨૦૧૬ ૧૧. મલયાનિલ પારિતોષિક, ૨૦૧૬ આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓ તરફથી પારિતોષિક મળેલ છે.