યાત્રા/સુધા પીવી?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સુધા પીવી?

સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ શા થૈ વા અણખુટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્‌રસમહીં.

નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્‌હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ શી રચવે લેશ મન ના.

મને દેવા ઈચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ;
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભુંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન શમણાં —
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.

ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.


માર્ચ, ૧૯૪૪