યુગવંદના/પરદેશીઓને: પાતકીઓને: યોદ્ધાઓને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરદેશીઓને: પાતકીઓને: યોદ્ધાઓને
[રાસનો ઢાળ]

પાણીમાં ડાંગ મારનારા,
લાજીને હવે છેટા રે’જો,
પોતાના દેશમાં પહોંચી,
સાચી અમારી વાતો કે’જો.
દેશીડા પાતકી! પધારો,
ભાગીરથી છે આંગણ રેલી,
એક જ ધરતીના તમે જાયા,
મા પાપીઓને ધોશે પ્હેલી.
વીતેલી રાતનાં કુસ્વપ્નાં,
સંભારવા ન થંભો, ભૈયા!
વાયાં છે વા’ણલાં કનકનાં,
પાંખોને ધોઈ લેજો, ભૈયા!
અમૃત ને ઝેરના ઘડૂલા
સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જો હોય, દુલ્લા!
ઘૂંટીને દોય પીજો સંગે.
૧૯૩૮