યુરોપ-અનુભવ/નોંધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નોંધ

‘One dare pretend without exaggeration that there is no other little place on earth that combines in the same small area so much peculiarity, beauty and idyllic charm together with such great surroundings.’

(સ્વિટ્ઝર્લૅન્ડના નીલસરોવરના શોધક વેપારી લીમાન – ૧૮૭૮)


તા. ૬ઠ્ઠી એપ્રિલ (૧૮૬૩) સવારના અમે પારિસ જઈ પહોંચ્યા. આ: હા: હું તેનાં શાં વખાણ કરૂં! એવી સુંદર અને ખુબસુરત નગરી કોઈ દુનિયામાં નથી.

હું ખરું કહું છું કે મારી નજર છક્ક થઈ ગઈ. એક અંધારી ઓરડીમાંથી નિકળીને સૂરજના તડકા સામું જોતાં આંખ જેમ અંજાઈ જાય છે તેમ મારી આંખ અંજાઈ ગઈ. આપણા કવીઓએ ઇંદ્રપૂરી અથવા દ્વારિકાપૂરીનું વર્ણન કર્યું છે, પણ તેઓએ આ પારિસ જોયું હોત તો તેનું વર્ણન તેઓ વધારે સારી રીતે કરી શકત. થોડી વાર મારી શુદ્ધ કે બુદ્ધ ઠેકાણે રહી નહીં. જરા જરામાં મને સંશય પેદા થાય કે આ ખરો દેખાવ છે કે ખોટો; હું ઊંઘમાં છઉં કે જાગૃત; આ દુનિયામાં છઉં કે બીજી દુનિયામાં; આ નગરી માણસની છે કે દેવતાઓની? આવી રીતે કેટલીકવાર મનમાં થયા કર્યું. અંતે ચૉક્કસ થયું કે હું મારી શુદ્ધમાં છઉં અને ખરેખર હું એક મહા સુંદર અને સોહામણી નગરીમાં આવી પહોચ્યો છઉં.

‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ'(૧૮૬૪)માંથી

— કરસનદાસ મૂલજી