શાંત કોલાહલ/ફેરિયો અને ફક્કડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફેરિયો અને ફક્કડ


ફેરિયો

એજી મેરો અવલ હુઓજી કાચ
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ,
મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ,
તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ;
માહરો અજબ રેશમી રાગ.

ફેરિયો

બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર.
ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ?

ફક્કડ

નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર,
દેખ્યો ચાખ્યો નહિ, ન ઇનકી કોઈ મંડી બાજાર :
જાત મેં પ્રથમ જોઉં આકાર.

ફેરિયો

અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજિયે કુછ દરિયાફ;
નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ:
અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ?
સાચ મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ?
આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર !
ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર !
પંજર પૂર્યો ઇધર હૈ બંદર !

ફેરિયો

મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
સાચે મેરો અવલ હુઓજી કાચ !

ફક્કડ

ફિર મૈં દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ !
(દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ !
સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !)

ફેરિયો

ચકળવકળ તેરી અખિયાં નિરખે અલક મલકરો ભરમ ;
અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ !
મરમી જાણે મરમ-

ફક્કડ

બંધ બસ બોલ ન આડુંચોડું,
તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું:
એક ઘાવ ને...

ફેરિયો

અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ?
હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ !
ઉઠ, જાગ, મેરે ફક્કડ ! તેરો રોગ જાય રીં રીં રટ !
અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ.
રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ;
એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ .

ફક્કડ

નીલ ગગન હૈ

ફેરિયો

ઔર

ફક્કડ

શ્વેત બદરી ઉત્તરમેં જાતી.
દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી:
કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર
ડાલ ઉપર દો વિહંગ - એક જ ફલ ચુગનકો તત્પર !

ફેરિયો

ઔર

ફેરિયો

ઔર નહિ કછુ...
કાચ હૈ ઝલમલ એક ન એબ;
સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ !
ગાયબ તો મૈં ભયો...

ફેરિયો

એજી મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !