શાંત કોલાહલ/૧૬ રેણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬ રેણ

વાગોળની અસવાર બનીને ઊતરી આવે
હંસની પાંખે આંહિંથી ઊડી જાય :
જાગતાં જુએ કાંઈ ન
ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે
અમલ એવો પાય.

ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ,
ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ;
આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય.

ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી,
નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી;
એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય.

પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર,
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર;
પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.