સિગ્નેચર પોયમ્સ/મારો શામળિયો – નીરવ પટેલ
નીરવ પટેલ
મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ...
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડ્ડ્ મસાણે –
મારા દલિતનોય બેલી ભગવાન!