સોરઠિયા દુહા/170

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[4]

ગડે નગારા કૂચકા, છિનભર છાના નાંહિ;
કોઈ આજ કોઈ કાલ, પાઓ પલકકે માંહિ.

પાઓ પલક કે માંહિ, સમજ રે મનવા મેરા!
ધર્યા રહે ધનમાલ, હોય જંગલમેં ડેરા.

કહે દીન દરવેશ, જતન કર જીત જુમારા;
છિનભર છાના નાંહિ, કૂચકા ગડે નગારા.