સોરઠિયા દુહા/172

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[6]

મોટા બોલ ન બોલિયેં, કહો સકલ સંસાર;
જો મૈં બોલું સામપેં, સુનિયો સરજનહાર.

સુનિયો સરજનહાર, તુંહિ ઓર માયા તેરી;
દામ વામ મેં લીન, લીજિયે કુમત મેરી.

કહે દીન દરવેશ, ખરા કેવે નહિ ખોટા;
સુનિયો સરજનહાર, બોલ બોલું ના મોટા.