અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/વચ્ચે હું ઊભો


વચ્ચે હું ઊભો

કિશોર મોદી

રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દૃશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.

રોજ ઊઠીને પીછો મારો કર્યો,
નૂર, ત્રાંસાં, ઢોલ વચ્ચે હું ઊભો.

મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.

ખાલીપો માણસ સમો કોઈ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.

સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.

લયવિલયની લ્યો, કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.