અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૬)


કવિતા વિશે કવિતા (૬)

દિલીપ ઝવેરી

(૬)

દારૂ જેવા તડકા ગચગચ ઊંચી ડોકે ગળચ્યા રેલા
બોચી લગ
ને ડગલાંનો લય
તબલાંવાળો હોય કોઈ તો જાણે
જાણી અફીણ
ઘોળ્યું પાણી
ઝાકળ ધુમ્મસ વાંછટ ધોધમાર બંબોળાં ઘોડાપૂર ભુરાયો દરિયો
ડૂબેવહાણ તોયે
ડઠ્ઠર દીવાદાંડી જેવાં ઘેનભરેલાં રાતાં અપલક નેણ
આવી આબોહવામાં
બિયાબાંને છોડી બાગની બેજાન શબનમી શાખ પર
શરાબી શગુફતે બહારના હૌસલા-હૈસિયત જાહિરે બયાન કરે
તે કવિતા.
પરબ, નવેમ્બર, પૃ. ૫-૭