અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/દિવસો આવ્યા
દિવસો આવ્યા
દિલીપ ઝવેરી
આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી, ચૂપ હસી લેવાના દિવસો આવ્યા.
ભરબપ્પોરે બોલી ર્હેતો કાગ
કોઈની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા.
કેસૂડાની ડાળ ડાળપે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિ :શ્વાસોથી ઊના દિવસો આવ્યા
મારે
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.