અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ પ્રેમ પરભ્રહ્મ
પરમ પ્રેમ પરભ્રહ્મ
ન્હાનાલાલ દ. કવિ
પરમ પ્રેમ પરબ્રહ્મ
માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
ન્હાનાલાલ દ. કવિ • પરમ પ્રેમ પરભ્રહ્મ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વિરાજ અમર