અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/ચણીબોર
ચણીબોર
રમણીક સોમેશ્વર
ચણીબોર મેં જોયાં
વગડે
લાલ લાલ
સૂરજની સામે
ઝઝૂમતાં એ.
સૂરજઃ
જાણે ચણી બોર કો
અટવાયેલું ઝાડી વચ્ચે
ચણીબોરઃ
આ ઝાડ-ઝાંખરાં વચ્ચે
ચળકે સૂર્યો જાણે
ઝંઝેડું હું ઝાડી
ત્યાં તો
ટપાક્ દઈને ટશિયા ફૂટે
ટશિયે ટશિયે
ચણીબોરને ચાખું
સ્પર્શું
ભલે રક્તમાં
કોકરવરણા સૂરજ
વગડો ખીલું ખીલું છાતીમાં
તબકે
ચણીબોર
ટેકરીઓ
સૂરજ ચૂસે.