અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આણી કોર શેલાર આપણું ગામ


આણી કોર શેલાર આપણું ગામ

રાજેન્દ્ર શાહ

આણી કોર શેલાર આપણું ગામ,
પેલી મેર સાવ લી જેનું નામ;
અરધે મારગ વણઝારાની વાવનું શોભે ધામ.

ઊંચેરી ઉંબરા કેરી ડાળ,
નીચેનાં જલ રમે પાતાળ;
આઠ ખૂણાનો ઓટલો સવાર સાંજ બને વાચાળ.

બપોરી વેળનું સૂનું વન,
ગોચરે ચરતું ધીમું પણ;
કોઈ રે પેલા ગામની છોડી આતી રે જોજન.

ઈંઢોણી ફરતી મોતી-સેર,
ઝાઝેરો ઘાઘરા કેરો ઘેર;
ઠમકો લેતી જોઈ જુવાની વેરતી એનું ઝેર.

અ્યાએ કેમરે સહ્યું જાય,
આવો તે જીવ ઊંડે અકળાય;
ધૂળને તે વંટોળિયે એને ઘેરવા ઘેલો ચ્હાય.

એક દી વિધિ ખેલતી ખેલા,
સીમની સૂની બપોરવેળા;
તરણાં કેરી છાંયમાં ભીરુ સસલાં યે સંતોક સૂતેલાં.
(એવે એની)
રા’વણમાળાનો મણકો જોયો,
રૂપનો છાનો છણકો જોયો;
કુવેલનો ટહુકાર ડુબાવી જાય એવો તે રણકો જોયો.

વૈશાખી ઝડ વાયરો વાયો,
ભરબપોરે છાંયડો છાયો;
મેં ય તે મારી મોરલી માંહી કોઈ તુફાની સૂરને ગાયો.

સિંચણીએ જ્યાં કાય ઝૂકેલી,
ખામણે ભરી ગાગર મેલી;
ગોફણ-વાએ ફોડતાં એની જલની ધારા જાય શી રેલી!

જોઈ મેં એને આવતી ઓરી,
અણદીઠી કોઈ બાંધતી દોરી;
મોરલી મારી છીનવી સરી જાય રે એને મારગે ધોરી.

દૂરથી એવો પ્રગટ્યો’તા સૂર,
સીમનું એવું મલક્યું’તું નૂર;
એક ઇંઢોણી પરની ભાંગી ઠીબનું મૂંગું હરખ્યું’તું ઉર.

આણી કોર શેલાર આપણું ગામ,
પેલી મેર સાવલી જેનું નામ;
અરધે મારગ વણઝારાની વાનું શોભે ધામ.

ધડુલો નવલો દીઠો કોય,
નવેલી મોરમાં તે મોહ્ય,
કોઈ દો લોચન લોલમાં ઘેલાં મન મળે છે દોય.

આંહીંના સૂરનો તે ઉલ્લાસ,
હિલોળે જાય રે એણી પાસ,
આણતી પેલી મેરની હવા જૂઈની મધુર વાસ.