કમલ વોરાનાં કાવ્યો/12 વૃદ્ધો

વૃદ્ધો

વૃદ્ધો
દોડી નથી શકતા
એટલે ચાલે છે

ચાલી નથી શકતા
એટલે બેસી રહે છે

બેસી નથી શકતા
એટલે લંબાવવા મથે છે

સૂઈ નથી શકતા
એટલે સપનાં જુએ છે

સપનાંમાં
ઝબકી જાય છે.

જાગીને જુએ તો
શરીર દીસે નહિ

દોડતા
ચાલતા, બેસી-સૂઈ રહેતા
સપનાં જોતા
શરીર વિનાના વૃદ્ધોને
વૃદ્ધો
જોઈ રહે છે