કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/માનવને મારી –

૧૩. માનવને મારી –

ચડી આવે યદિ ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે,
નથી કંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે,

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે–
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે!

૨-૬-૧૯૫૩(આઠોં જામ ખુમારી, પૃ. ૨૯૪)