કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૫. તળાવ ભણી–
૩૫. તળાવ ભણી–
પ્રિયકાન્ત મણિયાર
મોલ લચે તેમ પંખી-ટોળું
આવતું તળાવ ભણી
નિજની નાજુક ચાંચ સમાણું
સાવ રે અલગ એક
વેગળું મૂકી જૂથને જાતે
જલશું પ્હોંચ્યું છેક.
જવના દાણા જેટલું ટીપું
પીધું
એટલામાં તો તળાવ આખું
પુલકી ઊઠ્યું
વેગમાં ઊડી
સ્હેજમાં લીધો
દિશ-મરોડ્યા જૂથનો પાછો સાથ!
ધાનના ઢગની જેમ હવે છે
તળાવ પાછું
શાંત!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૯)