કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૯. કવિતા

૧૯. કવિતા


એકલ દોકલ ભડકે એવી
ભૂંડી.
ઓગાળે ખંડેર,
કાપે અવાજ,
ચીરે ધુમ્મસની ખોપરીઓ
ખોદે ઘાસ ઘાસનો રંગ.
ગલીકૂંચીમાં મકાન જેવી
ઊંડી.
ખાટું પહેરે,
પીળું ખાય.
(ૐ તત્ સત્, પૃ. ૨૩)