કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૮. અગાસી
૮. અગાસી
આ આંખો છે પાણીના જેવી જ રેતી
કે ઊંટો ડૂબ્યાં ને તરે છે અગાસી.
હસે છે લીલું લાલ નળિયું રમૂજી
ને સળિયાઓ જેવું જુએ છે અગાસી.
ગઈ કાલની આજ કીડી બની ગઈ
અને દૂધમાં ઓગળે છે અગાસી.
બધી બારીઓ થાય છે બંધ ત્યારે
ઊઠે છે ને ઘરમાં ફરે છે અગાસી.
અહીં પાંદડાં જેમ ખખડે છે ફોરાં
પણે વૃક્ષ જેવું ઊગે છે અગાસી.
૧૯૬૭
{{Right|(ૐ તત્ સત્, પૃ. ૧૦)|