કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૪. ભીંડીબજારમાં

૧૪. ભીંડીબજારમાં

રમેશ પારેખ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ
ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ.

ગલ્લી તોડીને બ્હાર ભાગતાં રે બ્હાર ભાગતાં રે પાંચ પાકાં મકાન
ગેરીલ્લા ટોળકીએ આંચક્યાં રે ક્યાંક આંચક્યાં રે ક્યાંક જમ્બો વિમાન
ડોસાજી લૂંટતા પતંગને હો જી પતંગને હો જી ને લૂંટાવી નાખે બેફામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ

ચશ્માં ફૂટે ને એના કાચમાં રે એના કાચમાં રે સાત દરિયા વેરાય
છત્રીસમે મજલેથી ધ્રાસકો રે પડે ધ્રાસકો રે ભોંયતળિયે ઝિલાય
તડકામાં સૂકવાતાં લૂગડાં રે ભીનાં લૂગડાં રે ક્યાંક અંધારે સૂકવાતા ડામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ.
ઘોડાની રેસ આજે બંધ છે રે રેસ બંધ છે રે અને ખુલ્લા છે Bar
આજના સમાચાર એટલા રે હોવ્વે, એટલા રે નથી નડતા વિચાર
લીલાકુંજાર લોહી ડોલતાં રે ખુલ્લું ડોલતાં રે નહીં અંધારી નહીં રે લગામ

ભીંડીબજારમાં કુંજડી રે બોલે કુંજડી રે એના ટૌકાને સો-સો સલામ.

૧૯-૧૧-’૭૬ / શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૬)