કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૩.ઘેટું છે
૪૩.ઘેટું છે
લાભશંકર ઠાકર
ઘેટું છે. ઊઠતાં વાર લાગે.
પણ તને ઉઠાડ્યે છૂટકો.
તારી ઊન ઉતારવાની છે,
જેમ બધાંની ઉતારવાની છે તેમ,
સિઝન છે ઊન ઉતારવાની.
હા
આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.
શિયાળે શીતળ વા વાય
ઠરી જાય ગાત્રો ડિમૉક્રસીનાં
તે પહેલાં
તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવાના સરિયામ સત્યમાં
તારો ફાળો
ઊનનો.
તારો મતાધિકાર ખાલ ઉતારનારનાની પસંદગીનો.
એમાં તારી પાસે જ નથી તે ગુમાવવામાં ભય નથી.
તારાં ફાંફાં
એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.
(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. ૪૯)