કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/પલાશ ફૂલ
૧૫. પલાશ ફૂલ
પલનું પલાશ ફૂલ
એના રૂડા રંગને કેસર મન મારું મશગુલ!
ભાવિની નહીં ભાળ કે નહીં
અતીતની કોઈ છાંય;
કાળનો કાળો ભમરો ભમી
આજના ગીતો ગાય.
અહીંની ભૂમિ મન મારાને લાગતી રે ગોકુળ!
તરસ નહીં : પ્રાણ આ માણે
તૃપ્તિ કેરો ઘૂંટ;
મોકળા મને મ્હાલતાં મળે
એ જ મારે લખલૂંટ
સઘળાનું છે મૂલ મારે મન : હેમ હોયે કે ધૂળ!
૧૯૬૪ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૬૩)