લીલ લપાઈ બેઠી જળને તળિયે; સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે! કંપ્યું જળનું રેશમ પોત; કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ! હળવે ઊતરે આખું વ્યોમ; નૅણને અણજાણી આ ભોમ. લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!
૧૯૬૫ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૭૦)