કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૮. જાગરણ


૨૮. જાગરણ

દિવસ ઊગે
સૂરજ સળગાવે આગ—
તું નથી મળ્યો.
દિવસભરનાં કામ—
ફાંફાં, ફાંફાં, ફાંફાં,
કયાં છે તું? ક્યાં છે તું?
પાછલી રાતનો ચંદ્ર
જાગરણ શીતાવતો
મને રાહ જોવરાવે.

૧૯-૮-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, ૧૯૯૧, પૃ. ૧)