કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૯. જે કંઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. જે કંઈ

જે કંઈ
સંવાદ, વિસંવાદ તે
એકલી આ કાળમીંઢ જાત સાથે;
જે કંઈ
વલવલાટ, તરફડાટ, અમળાટ તે એને કાજે;
જે કંઈ
છણકા, કાકલૂદી, પજવણી, ગુસ્સો
વહાલ અને એકલું ક્યારેક બસ વહાલ
તે એને જ માથે ઓળઘોળ.
હાય, એ હવે તો પીગળે!

૧૯-૮-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૨)