સૂર્યનું તેજ એ સહી શકે ચંદ્રમા પ્રફુલ્લ, સ્નિગ્ધ ચાંદની; મર્મરો રમે સમીપ પાંદની; તોય મૂર્છિતા નહીં ઊંચે જુવે, મૂળ સાથ વાત કૈં કરી રુવે! સૂર્યનું જ તેજ એ સહી શકે. ૧૯૫૨ (સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૩)